દે.બારીયા શહેરના સમડી સર્કલ પાસેના ગેન પાણીની પાઈપ લાઈનના વાલ્વની કુંડી માંથી લીકેજ થતું પીવાનું પાણી વેડફાય છે ???

દે.બારીયા શહેરમાં નગર પાલિકા હસ્તક વોટર્સ હસ્તકના દ્વારા દર આંતરે દિવસે પીવાનું પાણી દરેકે દરેક વિસ્તારોમાં આપવામાં આવતો હોય છે. સ્ટેશન શેરી વિસ્તાર તરફની મેન પાણીની પાઈપ લાઈનના વાલ્વ્ ખોલાતા વાલ્વની કુંડી માંથી હજારો ગેલન પાણી વેડફાય રહ્યો છે. તેમ છતાં પાલિકાના વોટર્સ વર્કસના કર્મીઓને પડી નથી. તેમ છતાં પીવાના પાણીની બુંદ બુંદ બચત કરીશું તો આવતા કારમાં ઉનાળામાં આ વેડફાતું પણી ઉપયોગી બની રહેશે. અમૃત સમાન પીવાનું પાણી વેડફાતું અટકાવવામાં આવશે ખરું ?

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની સમડી સર્કલના પાસે સ્ટેશન શેરી વિસ્તાર તરફ પીવાના પાણીની પાઈપના વાલ્વ માંથી આંતરે દિવસે પાણી પુરવઠો અપાતા વાલવ્માં લીકેજના અતિ કિંમતી પીવાનું પાણી હજારો ગેલનમાં વહી જાય છે. તેને અટકાવશે ખરું ? જો આ પીવાનું પાણી હાલથી ટીપે ટીપે પાણીની બચત થશે તો સામે બે માસ બાદ આવતા કારમાં ઉનાળામાં આ વહી જતું પીવાનું પાણી શહેરીજનો એક વોર્ડ માટે એક થી દોઢ કલાકની બચત થશે પરંતુ મુંગા પશુ પક્ષીઓની તરસ મટાડશે તેમાં બે મત નથી. પરંતુ આપણે પાણીને વેડફાતું અટકાવાના પ્રયાસો કરવા પડશે આખા વિશ્ર્વમાં પાણીના સ્તર નીચે ગયા છે. તે વિચરવાનું છે.