પંચમહાલ જિલ્લામાં 12.52 લાખ લાભાર્થી પૈકી 74 હજાર લાભાર્થીઓએ હજુ ઈ-કેવાયસી કર્યુ ન હોવાથી અનાજ બંધ કરાયુ

પંંચમહાલ જિલ્લામાં ઈ-કેવાયસી શરૂ કરાયુ ત્યારે 13.47 લાખ લાભાર્થીઓમાંથી મૃતક, લગ્ન કરેલ લાભાર્થીઓના નામ કમી કરતા 12.52 લાખ લાભાર્થીઓ રહ્યા હતા. જે લાભાર્થીઓના કેવાયસી કરાવ્યુ ન હોવાથી તેઓનુ અનાજ બંધ કરી દેવાયુ છે.

ખાદ્ય સુરક્ષા યોજનામાં એનએફએસએ કાર્ડ ધારકોને સરકાર અનાજ આપે છે. સરકાર દ્વારા સરકારી અનાજ પાત્રતા ધરાવે છે નહિ તેના માટે તમામ રેશનકાર્ડ લાભાર્થીઓના ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પંચમહાલ જિલ્લામાં રેશનકાર્ડ ધરાવતા 13.47 લાખ લાભાર્થીના ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં જિલ્લામાં 11.78 લાખનુ ઈ-કેવાયસી કરી દેવાયુ છે. જયારે ગ્રામ્ય સ્તરે વીસીઈથી લઈને માય રેશન એપ મારફતે પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા કરી હતી. પંચમહાલ જિલ્લામાં 13.47 લાખ લાભાર્થીઓ ર્પૈકી મરણ પામેલા, ઈન્કમટેક્ષ ભરતા, અન્ય જગ્યાએ લગ્ન કરેલ હોય તેવા, પાત્રતા ધરાવતા ન હોય તેવા 95 હજાર લાભાર્થીઓના નામ રેશનકાર્ડમાંથી કમી કરી દેવાયા છે. જયારે 12.52 લાખ લાભાર્થીઓમાંથી 74 હજાર લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસી ન કરાવતા તેમનુ અનાજ બંધ કરાયુ છે. જોકે પુરવઠા વિભાગે જણાવ્યુ હતુ કે, ઈ-કેવાયસી કર્યા બાદ તેમને સરકારી અનાજ અપાશે.