
ગોધરા શહેરના શરદશાહ શૈક્ષણિક સંકુલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત એમ. એન્ડ. એમ. મહેતા પ્રાથમિક શાળા અને અનાજ મહાજન પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરીને અને ચોકલેટ આપીને સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભુપેશકુમાર શાહ અને શરદશાહ કોલેજના પ્રિન્સિપલ નીતાબેન શાહ સહિતના શિક્ષણપ્રેમી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થઈ શકે છે. શાળાના શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો અને શિક્ષણનું સ્તર મજબૂત બનાવવાનો હતો.