ગોધરા તાલુકાનારતનપુર ગામે પંક્ષીઓના રક્ષણ માટે પતંગ દોરાના ગુંચડા આપી રોકડ આપવાનું અભિયાન

પંચમહાલ જીલ્લામાં ગોઘરા તાલુકાનાં રતનપુર(કાં)ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે વઘુ પ્રમાણમાં દોરી આમતેમ ગુચડા રોડ, રસ્તા, ગલીઓમાં, ધાબા પર, બારી બારણાં, દરવાજા, વાયર તાર તેમજ ઝાડ ઉપર પડેલી દોર-ગૂચડા આપી જાવો અને કીલોના ‚પિયા ૨૨૦આપવામાં આવશે, તેવી હાથ જોડીને વિનંતીગામનાં વતની પરેશ એન. સુથાર દ્વારા વિવિઘ ગ્રુપો, મિત્રો સમગ્ર ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા યુવાનો, વડીલો, બાળકો, મહીલાઓને અપીલ કરવામાં આવી હતી. અભિયાન હેતુ મુંગા પંશુ-પંક્ષીઓનાં થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. કારણ કે, દોરા- ધાગા પંક્ષીઓના પાંખો અને ગળાના ભાગે ઘાતક દોરી ફસાઈ જાય અને કપાઈ જાય નહીં તેનાં રક્ષણ માટે હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં દરેક વ્યક્તિ પ્રત્યકક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ જગ્યાએ ઉતરાયણ પર્વની તેહવાર મનાવતાં હોય કે નાં મનાંવતા હોય તો પણ પોતાનાં ધાબા પરથી સાંજે ઉતરતા પહેલાં ઘાબું સાફ સફાઈ કરીને ઉતરજો જેથી દરરોજ સવારે આપણા ધાબા પર પંક્ષીઓ બેસી શકે કોઈ પણ પ્રકારનું નુક્સાન થાય નહીં. તારીખ.૧૬.૦૧.૨૦૨૬ નારોજ આજે સમગ્ર યુવાનો, બાળકો, વડીલો સાથે ભેગા મળીને દોરી ભેગી કરીને સળગાવીને નાશ કરવામાં આવી હતી. આ સેવા ભગીરથ કાર્ય કરવા બાળકો, યુવાનો અને વડીલો દ્વારા લગભગ આશરે ૮ કીલો ૪૦૦ગ્રામ વજન દોરી આપી ગયા હતા. દરેક વ્યક્તિને નાસ્તો અને રોકડાં ‚પિયા આપીને સમ્માનિત કર્યા હતા. સુરેશભાઈ ચૌહાણએ સેવા ભગીરથ કાર્ય કરવા બદલ સૌને હાર્દિક શુભકામના સાથે ધન્યવાદ પાઠવ્યા હતા.