ગોધરાના પોષ વિસ્તારમાં જે મકાનનું મકાન માલિકે રુપિયા ૪૨ લાખમાં વેચાણ આપવા વેચાણ બાનાખત કરાર કરાવીને રુપિયા ૧૦,૫૦,૦૦૦ બાના પેટે એડવાન્સમાં લઇને ખરીદનારને રજીસ્ટર્ડ બાનાખત કરાર લખી આપેલ તેના માત્ર એક અઠવાડિયા પછી તેજ મકાન વ્યાજખોરોએ મકાન માલિકને ધાક ધમકીઓ આપીને ડરાવીને પોતાની વ્યાજ વસૂલી કરવા તે રુપિયા ૪૨ લાખ પિયાની કિંમતનું મકાન માત્ર પિયા ૭ લાખમાં વેચાણ લીધા બાબતનું વેચાણ દસ્તાવેજ લખાવી લેતા અદાલતે વ્યાજ ખોરે કરાવેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો હુકમ કરેલ છે. વિગતવાર માહિતી મુજબ ગોધરાના ગોવર્ધન નગર, ભુરાવાવ ખાતે રહેતા મનિષાબેન અજયભાઈ નારિયણી એ નયનાબેન વિપુલભાઈ સેવક પાસેથી તેમની માલિકીનું ગોધરાના પદમાવતી સોસાયટી ાં આવેલ મકાન નંબર ૧૭.૧૮ તારીખ ૧૩.૭.૨૨ નારોજ મકાનની વેચાણ કિંમત પિયા ૪૨ લાખ નક્કી કરી તે પેટે પિયા ૧૦,૫૦,૦૦૦ એડવાન્સમાં બાના પેટે ચૂકવીને રજીસ્ટર્ડ વેચાણ બાનાખત કરાર લખાવેલ હતો. નયનાબેનના પુત્ર ચિંતન વિપુલ સેવકે વીરેન પરમાનંદ લાલવાણી રહેવાસી. પરિમલ સોસાયટીની પાસેથી પિયા ૧,૦૦,૦૦૦ એક લાખ માસિક ૩૦ ટકાના વ્યાજે લીધેલ હતા, તે રકમ તેણે સમયસર પરત ચૂકવી ન હોવાથી વીરેન લાલવાણી એ પોતાની વ્યાજની રકમની વસૂલી કરવા નયનાબેનના ઘરે આવેલ અને તેના પુત્ર ચિંતનને મારી નાખવાની ધમકીઓ આપી ને ડરાવીને નયનાબેન પાસેથી તેનો પદમાવતી સોસાયટીવાળું મકાન કોઈ પણ અવેજની કિંમત આપ્યા વગર તે મકાનનું પિયા ૭ લાખ કીમતનું વેચાણ દસ્તાવેજ લખાવી લીધેલ. આ વાતની બાનાખત કરાવનાર મનિષાબેનને ખબર પડતા તેણે ગોધરા કોર્ટમાં દસ્તાવેજ રદ કરવા કેસ દાખલ કરેલ તે કેસ માં નયનાબેન ઉપરોક્ત તમામ હકીકતો કોર્ટમાં જણાવી હતી. તેથી અદાલતે બંને પક્ષે રજૂ થયેલ પુરાવા અને મનીષાબેનના એડવોકેટ, અશોક સામતાણીની દલીલોને ધ્યાનમાં લઈને ગોધરાના બીજા સિવિલ જજ સિનિયર ડિવિઝન ડી.સી.ગોહિલ એ વીરેન લાલવાણી એ કરાવેલ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો અને બાકીની અવેજની રકમ ૬૦ દિવસમાં કોર્ટમાં ડિપોઝિટ કર્યેથી નયનાબેન એ મનિષાબેનને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ લખી આપવા હુકમ કરેલ છે.