
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીથી ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
સરકારે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો હતો. હોસ્પિટલના સૂત્રો અનુસાર, ઉત્તરાયણના આ બે દિવસમાં કુલ ૧૨ ઈજાગ્રસ્તો સારવાર માટે આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને મુખ્યત્વે ગળા, હાથ અને પગના ભાગે દોરી વાગવાથી ગંભીર કાપા પડ્યા હતા. ૧૨ પૈકી જે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, તેને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.