ગોધરા તાલુકાના નવીધરી ગામે ૩૨ વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

ગોધરા તાલુકાના નવીધરી ગામે કાબરીયા ફળીયામાં રહેતા ૩૨ વર્ષીય પરણિતાએ પોતાના ધરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયેલ હોય જેઓને દવા સારવાર માટે ગોધરા સિવિલમાં આઈ.સી.યુ.માં દાખલ કરેલ હોય અને સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.

ગોધરા તાલુકાના નવીધરી ગામે કાબરીયા ફળીયામાં રહેતા મીનાબેન રાજેશભાઈ પ્રભાતભાઈ પરમાર ઉ.વ.૩૨ તા. ૩ મે નારોજ કોઈ અગમ્યકારણોસર પોતાના ધરમાં ઝેરી દવા પી ગયેલ હોય તેઓને ૧૦૮ મારફતે દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. ત્યાં આઈ.સી.યુ.માં દાખલ કરેલ હોય અને દવા સારવર દરમિયાન તા.૭ મે નારોજ મરણ ગયા હતા. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવાપામી છે.