ગોધરા તાલુકાના કાંસુડી ગામે આપધાત કરવા કુવામાં પડેલ ૨૮ વર્ષીય પરણિતાનું મોત

ગોધરા તાલુકાના કાંસુડી ગામે નિશાળ ફળીયામાં રહેતી ૨૮ વર્ષી્ય પરણિતાને કોઈ અગમ્યકારણોસર પોતાના ધર આગળ આવેલ કુવામાં પડી પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું છે.

ગોધરા તાલુકાના કાંસુડી ગામે નિશાળ ફળીયામાં રહેતા ઈલાબેન કલ્પેશભાઈ પ્રકાશભાઈ બારીયા ઉ.વ.૨૮ એ તા.૭ મે નારોજ કોઈ અગમ્યકારણોસર પોતાના ધર આગળ આવેલ કુવામાં આપધાત કરવા માટે કુદી પડેલ હોય અને કુવાના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.