ગોધરા રહેમતનગર ગુજરાતી શાળા પાસે ગ્રાઉન્ડમાં ગૌવંશના કત્તલ કરેલ ૧૪૮ કિલો માંસનો જથ્થો ઝડપ્યો : આરોપી નાશી છુટવામાં સફળ

ગોધરા રહેમતનગર ગુજરાતી શાળા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા આરોપીઓ ભેગા મળી કોઈક જગ્યાએથી ગૌવંશ લાવી કત્તલ કરેલ હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી માંસનો જથ્થો ૧૪૩ કિલો કિંમત ‚ા.૨૮,૬૦૦/- તથા બર્ગમેન મોટર સાયકલ મળી કુલ ૫૮,૯૦૦/- મુદ્દામાલ ઝડપી પાડવામાં આરોપીઓ નાશી છુટવામાં સફળ રહ્યા હતા.

ગોધરાના રહેમતનગર ગુજરાતી શાળા પાસે ખુલ્લામાં ગ્રાઉન્ડમાં આરોપીઓ સુલેમાન ઉર્ફે સુલ્લીમ હુસેનભાઈ જમાલ, વસીમ ફા‚ક જાડી ઉર્ફે પોપટ બન્ને કોઈક જગ્યાએથી ગૌવંશ લાવેલ હોય અને ગૌવંશનું કટકી કરેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચાર આરોપીઓ નાશી છુટીયા હતા. જ્યારે સ્થળ ઉપરથી માંસનો જથ્થો ૧૪૩ કિલો કિંમત ‚ા. ૨૮,૬૦૦/- તેમજ કુહાડી, થેલા તેમજ બર્ગમેન મોટર સાયકલ મળી કુલ ‚ા.૫૮,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બાબતે બી ડીવીઝન પોલીસમ થકે ગુનો નોંધાવા પામી છે.