ગોધરા એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે સદ્દભાવના કોમી એકતા ટુર્નામેન્ટ

ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે “સદભાવના કોમી એકતા લેધર બોલ ઓક્શન ટૂર્નામેન્ટ સીઝન-૩નો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો છે. ખેલાડીઓ ભાઈચારાના સંદેશ સાથે મેદાનમાં ઉતર્યા છે.

આ ટૂર્નામેન્ટની સિઝન ૧નો પ્રારંભ પૂર્વ આઈજી આર.વી. અસારીના અધ્યક્ષસ્થાને થયો હતો. હાલમાં આ ટૂર્નામેન્ટનું ત્રીજું સેશન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. મેહબૂબ ખાન શેરિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ આયોજનની પ્રશંસા થઈ રહી છે.

આ ટૂર્નામેન્ટમાં પંચમહાલ જીલ્લા સહિત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પંચમહાલમાં આ પ્રકારનું એકમાત્ર સુવિધાયુક્ત ગ્રાઉન્ડ હોવાથી ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટૂર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ “સદભાવના અને કોમી એકતાના મંત્રને સાર્થક કરે છે. અહીં દરેક ધર્મના લોકો સાથે મળીને રમે છે અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ પૂ‚ં પાડે છે. આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે અહીં રમનારા ખેલાડીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ચમકે અને ભારતીય ટીમ સુધી પહોંચી ગોધરા અને પંચમહાલનું નામ રોશન કરે.