ગોધરા પાંજરાપોળના ગૌરવપથ રોડના ડીવાઈડર પર લાગેલ સ્ટ્રીટ લાઈટ પોલના સંપર્કમાં આવેલ બે ગાયોને કરંટ લાગવાથી મોત

ગોધરા નગર પાલિકા હસ્તકના સ્ટ્રીટ લાઈટ પોલ માંથી વરસાદી મોસમને લઈ કરંટ લાગવાનીધ ટના સામે આવી.

સ્ટ્રીટ લાઈટ પોલના ખુલ્લા વીજ વાયરોનું ચેકીંગ કરી સલામતી જાળવવામાં આવે તે જરૂરી.

ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારના ગૌરવપથ રોડના ડીવાઈડર વચ્ચે નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરેલ છે. ગતરોજ વરસાદી માહોલમાં રોડ પરથી પસાર થતી બે ગાયો સ્ટ્રીટ લાઈટના પોલ પરથી વીજ કરંટ લાગતા બે ગાયોનામોત થયા હતા. વીજ કરંટથી બે ગાયોના મોતને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને વરસાદથી સીજનમાં વીજ લાઈન અને વીજ ઉપકરણોની સલામતી અંગે સવાલો ઉઠવા પામ્યા છે.

ગોધરા શહેર પાંજરાપોળ વિસ્તારના ગૌરવપથ રોડ પર આવેલ ડીવાઈડર પર નગર પાલિકા દ્વારા જે તે સમયે સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા હતા. શહેરની શોભા અને રાત્રીના સમયે ઉજાસ માટે મુકવામાં આવેલ સ્ટ્રીટ લાઈટ પોલની જાળવણી અને ટેકનીકલ ખામીઓ દુર કરવાની થતી હોય છે, પરંતુ ગોધરા નગર પાલિકા દ્વારા ચોમાસાની સીજન પહેલા આવા સ્ટ્રીટ પોલ જોખમી ન બને તે જોવાની જવાબદારી થતી હોય છે પરંતુ પાલિકાની બેદરકારી દાખવી હતી. જેને પરિણામે તા.૨૦ જુલાઈના રોજ વરસાદી માહોલ હોય તે સમયે ગૌરવપથ રોડ પરથી પસાર થતી ત્રણ ગાયો પૈકી બે ગાયો પોલના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી બે ગાયોના ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. બે ગાયોના કરંટ લાગવાથી મોત થયાની ધટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા અને રોષ વ્યકત કર્યો હતો. આ ધટના બની તે કાયમી ટ્રાફિક ધરાવતો મુખ્ય રોડ છે. નજીકમાં ગુજરાતી અને માધ્યમિક શાળા આવેલી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પણ આવા પોલ જોખમી બની શકે છે. ત્યારે ગોધરા નગર પાલિકા દ્વારા ગૌરવપથ રોડના ડીવાઈડર પર લાગેલા સ્ટ્રીટ લાઈટ પોલના ખુલ્લા જોખમી વીજ વાયરોની તપાસ કરી મરામત કરાય તો દુર્ધટના ટાળી શકાય છે.