પંચમહાલ ડેરીમાં વેચાણમાં ૧૧ ટકાનો વધારો : ૬,૦૭૮ કરોડનુ ટર્નઓવર

પંચમહાલ, મહિસાગર તેમજ દાહોદ આ ત્રણેય જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ, ગોધરાની ૫૩મી અને પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકની ૭૧ વાર્ષિક સાધારણ સભા ગોધરા પંચમહાલ ડેરી ખાતે ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ડેરી અને બેંકના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

૫૩મી વાર્ષિક સાધારણ સભામાં દુધ સંઘના સભ્યો, દુધ સંઘ આયોજિત દુધ મંડળીના ચેરમેન, એન.ડી.ડી.બી.ના પ્રતિનિધિ ઋષિકેશ કુમાર અને ફેડરેશનના પ્રતિનિધિ એ.કે.ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. જેઠાભાઈ ભરવાડે નાણાંકિય વર્ષના નફા-નુકસાન, વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી. વર્ષ-૨૦૨૫/૨૬ દરમિયાન પ્રતિદિન ૨૫.૮૦ લાખ લીટર દુધ સં૫ાદન કરી, દુધ સંઘે ૯૪ કરોડ કિલો દુધ સંપાદન તેમજ ગત વર્ષ કરતા ૧૧ ટકા વેચાણમાં વધારો કરી ‚.૬,૦૭૮ કરોડનુ ટર્નઓવર કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. જયારે ભાવફેર પેટે ‚.૧૩૬ કરોડની ચુકવણી કરાઈ તેમજ વર્ષ-૨૦૨૫/૨૬માં સભાસદ મંડળીઓને મહત્તમ ૨૦ ટકા ડિવીન્ડડ જાહેર કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ મંડળી અને વર્ષ દરમિયાન સોૈથી વધુ દુધ સંપાદન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય સભાસદોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. દુધ સંઘની પ્રગતિ તેમજ આગામી પ્રોજેકટોની જાણકારી આપી હતી. ત્યારબાદ પીડીસી બેંકની વાષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બેંકના સીઈઓ રશેષ શાહ બેંક દ્વારા ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં થઈ રહેલા વિકાસની આંકડાકિય જાણકારી આપી હતી.