
ગોધરા નગર પાલિકા સ્ટેશન ફાયર ઓફિસર ઈન્ચાર્જ ઓફિસર દ્વારા હોટલ સીટીઈન અને શ્રી સર્વોત્તમ હોટલમાં ફાયર એન.ઓ.સી. મેળવેલ ન હોય જેને લઈ ૭ દિવસમાં ફાયર એન.ઓ.સી. મેળવી લેવા નોટીસ આપવામાં આવી છે.
ગુજરાત ફાયર પ્રિવેન્સન અને લાઈફ સેફી મેઝર એકટ ૨૦૧૩ અનુસંધાને સરકાર દ્વારા વખતો વખત નિયમો અધિનિયમો, વિનિયમો જોગવાઈઓ ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી મેઝર લ્સ ૨૦૨૧ની અનુસૂચી(૩) હેઠળ સમાવિષ્ટ ઈમારત એકમોમાં ફાયર સેફટી સંશાધન કોઈપણ સંજોગમાં ચાલુ હાલતમાં હોવું અતિઆવશ્યક છે. જેના ભાગપે ગોધરા નગર પાલિકા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા ગોધરાની હોટલ સીટીઈન અને શ્રી સર્વોત્તમમાં તપાસ કરતાં ફાયર સેફટીની સુવિધા ચાલુ હાલતમાં નહોય જેને લઈ ફાયર સ્ટેશન ઓફિસર દ્વારા હોટલ સીટીઈન અને શ્રી સર્વોત્તમને નોટીસ આપી આગામી ૭ દિવસમાં ફાયર એન.ઓ.સી. મેળવી લેવા સુચન કર્યું છે. જો ૭ દિવસમાં ફાયર એન.ઓ.સી. નહિ મેળવે તો જવાબદાર વહિવટકર્તાઓ ઉપર ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.