ગોધરા-અમદાવાદ હાઈવે ઓર્થોરીટીના મોનીટર રૂમ માંથી ચોરી કરેલ એ.સી. અને કોમ્પ્રેશર કિંમત રૂ.૭૫ હજારના મુદ્દામાલ સાથે આરોપીને એલ.સી.બી.એ ઝડપ્યો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ૧૫ દિવસ પહેલા ગોધરા-અમદાવાદ ક્રોસીંગ પાસે ભામૈયા અંજના મિનરલ કંપનીની બાજુમાં નેશનલ હાઈવે ઓર્થોરીટના મોનીટર કોમ્પ્રેશર આરોપી ઈસમે મોર્ડન ફર્નિચરની પાછળ સંતાડી રાખેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી બાતમીના આધારે આરોપીને રૂ.૭૫,૦૦૦/-ના મુદ્દામલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોધરા-અમદાવાદ હાઈવે ક્રોસીંગ પાસે ભામૈયા અંજના મિનરલ કં૫નીની બાજુમાં આવેલ નેશનલ હાઈવે ઓર્થોરીટીની મોનીટર ‚મ માંથી ૧૫ દિવસ પહેલા બે એ.સી. અને કોમ્પ્રેશર નંગ-૨ની ચોરી થયેલ હોય તે ચોરીના સામાન એ.સી. અને કોમ્પ્રેશર લઈને વસીમ મહમદ હનીફ ભટુક ઉર્ફે વસીમ ટપલો (રહે. અશરફી મસ્જીદ પાસે, ગોધરા)એ ચોરી કરેલ છે અને ચોરીનો સામાન ગોધરા-વડોદરા હાઈવે મોર્ડન ફર્નિચરની પાછળ ખુલ્લી અવારું જગ્યામાં સંતાડી રાખેલ છે. તેવી બાતમી એલ.સી.બી. પોલીસને મળેલ હતી. બાતમીના આધારે મોર્ડન ફર્નિચર દુકાન પાસે કોર્ડન કરી ચોરીના એ.સી. તથા કોમ્પ્રેશર મળી કુલરૂ.૭૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી વસીમ મહમદ હનિફ ભટુક ઉર્ફે વસીમ ટપલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછ દરમિયાન તા.૦૨/૦૬/૨૦૨૬ના રોજ પકડાયેલ આરોપી તથા ખાલીદ ઉર્ફે ચકલા શોકત પોસ્તી, અસ્ફાક મહોમદ જમાલ શેખ સાથે રાત્રીના સમયે બાઈક ઉપર હાઈવે ઓર્થોરીટી મોનીટર રૂમનું તાળું તોડી ચોરી કર્યાની કબુલાત કરી હતી. આમ, ગોધરા બી ડીવીઝન પોલીસ મથકનો ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં આવ્યો છે.