ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૪ કનેલાવ શામળાજી મેડીકલ કોલેજ પાછળ આવેલ સોસાયટીના રહિશોને પ્રાથમિક એવી રોડ અને સફાઈના અભાવે પરેશાન થઈ રહ્યા છે. ચોમાસાની સીઝનમાં કનેલાવ તળાવને કિનારે આવેલ વિસ્તાર હોવાથી રસ્તાના અભાવે કાદવ-કીચડને લઈ ચાલવું પણ મુશ્કેલ બને છે. ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તાની સુવિધા પુરી પડે તે જરી છે.
ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં.૪માં આવતા કનેલાવ આસપાસ અનેક નવી સોસાયટી વિસ્તારો નિર્માણ થયા છે. વાવડી બુઝર્ગ પંચાયતનો નગર પાલિકામાં સમાવેશ થયાને બે વર્ષ ઉપરાંતનો સમયગાળો થયો હોવા છતાં ગ્રામ પંચાયત ભંગ કરી પાલિકામાં સમાવેશ બાદ આ નવા વિસ્તરેલ રહેણાંક સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તા, સફાઈ જેવી સુવિધા મળે તે પહેલા અટકી પડી હતી. હવે જ્યારે વાવડી બુઝર્ગ વિસ્તાર નગર પાલિકા યોજાયેલી ચુંટણી બાદ આ વિસ્તારના મતદારો નગર પાલિકા પાસે વિકાસલક્ષી કામો માટે આશા રાખી રહ્યા છે. કનેલાવ શામળાજી મેડીકલ કોલેજની પાછળના ભાગે કનેલાવ તળાવના કિનારે વૃધ્ધાશ્રમ પાછળ નવી સોસાયટી વિસ્તાર બન્યો છે, પરંતુ આ સોસાયટીના રહિશોને રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી સુવિધાથી વંચિત રહ્યા છે. ચોમાસાની સીઝનમાં આ વિસ્તાર તળાવને કિનારે આવેલ હોવાથી રસ્તાના અભાવે કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે. જેને લઈ રહિશનાસમયે જીવજંતુનો ભય રહે છે. ત્યારે શામળાજી કોલેજ પાછળની સોસાયટીના રહિશોને રોડ રસ્તાની સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.