પંચમહાલના બામરોલીથી કાંટુ તરફ જવાના બિસ્માર રસ્તાના નવીનીકરણમાં વેઠ ઉતારાતા હોવાની રાવ

પંચમહાલ જિલ્લાના બામરોલીથી કાંટુ તરફ જવાના ખખડધજ રસ્તાના નવીનીકરણમાં ડામરની કામગીરીમાં વેડ ઉતારાતી હોવાથી ફરિયાદ સાથે સ્થાનિક રહિશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

દે.બારીઆથી વાયા બામરોલી થઈને વડોદરા જવાનો મુખ્ય રસ્તો ખખડધજ તથા વાહનચાલકો તથા સ્થાનિક આગેવાનોની વારંવાર સરકારમાં રજુઆતો કરતા સરકારે આ રોડની નવીનીકરણ માટેની કામગીરી માટે કરોડો ‚પિયાની ફાળવણી કરી હતી. જે ખાનગી એજન્સીને આ કામની જવાબદારી સોંપાઈ છે. ત્યારે ખાનગી એજન્સીએ હલકી ગુણવત્તાવાળી ડામર કામગીરી કરતા એ કામગીરી ટુંકા સમયમાં પુન: રસ્તો ખખડધજ થઈ જવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે સ્થાનિક આગેવાનોએ વહીવટી તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કામગીરીની કોઈ ચકાસણી કરાતી નથી. રસ્તાની બંને બાજુમાં ધોવાઈ જતાં ડામરના પોપડા ધોવાઈ જવાની ભિતી સેવાઈ રહી છે. આ બાબતે એજન્સીના કર્મચારીઓને સ્થાનિક સરપંચો સહિત આગેવાનો તથા વાહનચાલકો તથા રાહદારીઓએ ધ્યાન દોરવા છતાં પણ કામગીરીમાં કોઈ ફેરફાર કરાતો નહિ હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે વહેલી તકે કવોલિટી કંટ્રોલ બોર્ડ દ્વારા રોડની કામગીરીની તટસ્થ તપાસ કરવા માંગ કરાઈ છે.