ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી પુજન સોસાયટીમાં જાહેર માર્ગ પર ગંદકી ફેલાતા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટરના ડબકનુ ગંદુ પાણી જાહેર માર્ગ પર ખાલી કરતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરાના બામરોલી રોડ પર આવેલી પુજન સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટરના ડબકનુ ગંંદુ પાણી રસ્તા પર ઠાલવતા જાહેર માર્ગ પર ગંદકી ફેલાઈ હતી. આ ધટનાને પગલે સ્થાનિક રહિશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરની સ્વચ્છતાં જાળવવાની જવાબદારી ધરાવતા તંત્રની કામગીરી વચ્ચે આ પ્રકારની બેદરકારી સામે આવતા નાગરિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા કામગીરી દરમિયાન જરી તકેદારી રાખી હતી…? અને જો જાહેર માર્ગ પર ગંદકી ફેલાય હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવાની જવાબદારી પાલિકા તંત્રની નથી આવા સવાલો વચ્ચે પાલિકાના સંબંધિત વિભાગની દેખરેખ અને કોન્ટ્રાકટરની કામગીરી સામે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે.