બોડેલી એસ.ટી.ડેપો પાસે જુગાર રમતા ૭ જુગારીયાઓને ઝડપ્યા

બોડેલીમાં એસ.ટી.ડેપો પાછળ જુગારના અડ્ડા પર પોલીસે ૭ જુગારીયાઓને રૂ.૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે બાતમીના આધારે એસ.ટી.બસ ડેપો પાછળ આનેવી શિવશક્તિ સોસાયટીમાં ભાડે રહેતો સાહિલખાન લાલખાન બલોચ પોતાના ભાડાના મકાનની બાજુના વાડામાં બહારથી માણસોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે. પોલીસ સ્ટાફ અડધી રાત્રે દરોડો પાડતા પોલીસે સ્થળ ધેરીને જુગાર રમતા ઇસમો સ્થળ પરથી જ પકડી લેવાયા હતા. પકડાયેલા શખ્સો, મુદ્દામાલ અને વાહનોને બોડેલી પોલીસ મથકેના કમ્પાઉન્ડમાં લાવી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા જુગારીયાઓમાં સાહિલખાન લાલખાન બલોચ(ઉ.વ.૪૨, હાલ રહે.શિવશક્તિ સોસાયટી, બોડેલી, મુળ ઢોકલીયા), વિક્રમ ફતુભાઈ બારીયા(ઉ.વ.૫૦, રહે.જુની બોડેલી, ઉંડા ફળિયુ), રહેમખાન જહુરશા દિવાન(ઉ.વ.૫૩, રહે.પાવીજેતપુર, રોહિતવાસ),હુસેનભાઈ સલીમભાઈ ખત્રી(ઉ.વ.૩૪, રહે.ફતેહનગર, ડેપો પાછળ, અલીપુરા), સંજય કંચનલાલ શાહ(ઉ.વ.૫૦, રહે.નાની બજાર, પાવીજેતપુર), શાહ‚ખ રસુલભાઈ મન્સુરી(ઉ.વ.૩૩, રહે.ઢોકલીયા, રજાનગર), શકીલભાઈ સમશેર શેખ(ઉ.વ.૩૭, રહે.ઢોકલીયા, રજાનગર)દરોડામાં રોકડા રૂ.૪,૫૮૦/-તથા દાવ પરના રોકડા રૂ.૮,૯૦૦/-, મોબાઈલ નંગ-૭ કિ.રૂ.૨૪,૦૦૦/-, બાઈક નંગ-૩ કિ.રૂ.૧ લાખરૂ ૧ કાર કિ.રૂ.૧ લાખ મળી કુલ રૂ.૨,૩૭,૪૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.