ગોધરાના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ અને લારી ધારકો દ્વારા ફેલાવવામાં આવતી બેફામ ગંદકીના કારણે સ્થાનિક રહિશો તથા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાના સ્વચ્છતાંના દાવાઓ વચ્ચે અહિંના માર્ગો પર કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે. જેના કારણે રોગચાળો ફેલાવવાની ગંભીર ભિતી સેવાઈ રહ છે. અને રહિશોમાં રોષ વ્યાપ્યો છે. પાલિકા સફાઈ તથા દબાણ દુર કરવાની કાર્યવાહીની માંગ છે.
ગોધરા શહેરના અત્યંત ભરચક ગણાતા જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ તેમજ લારી ધારકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીના કારણે સ્થાનિક રહિશો અને ખરીદી માટે આવતા ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગોધરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાંના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જહુરપુરાના રહિશો, શાકભાજી લેવા આવતા ગ્રાહકો અને વેપારીઓ કચરાના ઢગલા વચ્ચે જીવવા મજબુર બન્યા છે. જહુરપુરા શાકમાર્કેટમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ, ફ્રુટની લારીઓ તેમજ બંગડીની લારીઓ ધરાવતા ધંધાર્થીઓ દ્વારા રોજબરોજ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાવવામાં આવે છે. જેમાં ફ્રુટ પેકિંગ માટે વપરાતા કાગળો, પ્લાસ્ટિક, સડેલા ફળો અને અન્ય કચરો માર્ગો પર જ રઝળતો મુકી દેવાય છે. જેના કાણે રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભિતી સેવાઈ રહી છે.