દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં માર્ગ અને કનેક્ટિવિટી ક્ષેત્રે વધુ એક વિકાસ કામનો પ્રારંભ થયો છે. સીંગવડ સ્થિત ભમરેચી માતાના મંદિરથી માતાના પાલ્લા રોડ પર કબુતરી નદી ઉપર અંદાજે રૂ.૫.૫૦ કરોડના ખર્ચે બોકસ કલ્વર્ટ સાથે બ્રિજનુ નિર્માણ કરાશે. જે પુર્વે આ કામનુ રાજયકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ખાતામુર્હુત કરાયુ હતુ.
સીંગવડ સ્થિત કબુતરી નદી પર અંદાજે .૫.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનુ આયોજન છે. બ્રિજમાં અંદાજે ૧૦ બોકસ મુકાશે. આ બ્રિજ તૈયાર થતાં સીંગવડથી સંજેલી, લીમડી તેમજ રાજસ્થાન તરફના વિસ્તારોમાં અવર જવર વધુ સરળ બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીના પાણીના કારણે વાહન વ્યવહારમાં પડતી મુશ્કેલીઓમાં ધટાડો થશે. અને આસપાસના ગામોની કનેક્ટિવિટી મજબુત બનશે. ભમરેચી માતાના મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન નંદાબેન કટારા અને તાલુકા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ભાભોર સહિત રાજકિય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદ જશવંતસિંહ ભાભોરે સીંગવડ તાલુકામાં છેલ્લા ૧૨ વર્ષમાં રૂ.૩૭.૯૩ કરોડના ખર્ચે ૧૨ બ્રિજ ઉપરાંત રસ્તા, પુલ અને મકાનો સહિતના વિકાસ કાર્યો માટે રૂ.૨૫૨ કરોડની ફાળવણી કરાઈ હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ ગામડાઓને જોડતા ૩૮૭ કિ.મી.લંબાઈના ૧૮૩ રસ્તાઓ મંજુર કરાયા છે.