
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં, ટીમ ઈÂન્ડયાના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ પોતાના બેટથી વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા, કિવી ટીમ ફક્ત ૧૮૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા માટે, ટીમ ઈÂન્ડયાની શરૂઆત ખરાબ રહી, રોહિત શર્મા પહેલી જ ઓવરમાં એક રને આઉટ થઈ ગયો. ત્રીજા નંબર પર બેટિંગ કરતો વિરાટ કોહલી, ત્રીજા નંબર પર ૧૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો, તેણે પોતાની ઇનિંગમાં ફક્ત ૧૨ રન બનાવ્યા.
સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી એક જ બેટિંગ પોઝિશન પર ૧૩,૦૦૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. કોહલીએ ૨૫૪ મેચોમાં ૨૫૧ ઇનિંગમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી છે, જેમાં ૬૧ ની સરેરાશથી ૧૩,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે. વનડેમાં, કોહલી સિવાય, રિકી પોÂન્ટંગ એકમાત્ર એવો ખેલાડી છે જેણે નંબર-૩ પોઝિશન પર ૧૦,૦૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી પાસે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણીમાં ઘણા વધુ રેકોર્ડ બનાવવાની શ્રેષ્ઠ તક હશે.
વનડેમાં નંબર-૩ પર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
વિરાટ કોહલી (ભારત) – ૧૩,૦૦૫ રન*
રિકી પોÂન્ટંગ (ઓસ્ટ્રેલિયા) – ૧૨,૬૬૨ રન
કુમાર સંગાકારા (શ્રીલંકા) – ૯,૭૪૭ રન
જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) – ૭,૭૭૪ રન
કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – ૬,૫૦૪ રન
ન્યુઝીલેન્ડ સામે ઓકલેન્ડ વનડેમાં વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડંગ સ્પષ્ટ દેખાઈ આવી જ્યારે તેણે અંશુલ કંબોજના બોલ પર બીજા Âસ્લપમાં નાથન Âસ્મથને આઉટ કરવા માટે શાનદાર કેચ લીધો. આ કેચ પકડ્યા પછી, જ્યાં કોહલી ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો, ત્યાં ટીમ ઈÂન્ડયાના અન્ય ખેલાડીઓના ચહેરા પર પણ ખુશી જાવા મળી હતી.