દાહોદ જિલ્લાના સીડીપીઓને સ્ટંટિંગ ધટાડવા ટી.એચ.આર.ના ૧૦૦ ટકા વિતરણનો ટી.ડી.ઓ.નો આદેશ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સીડીપીઓની માસિક રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરીને દાહોદ જિલ્લામાં બાળકો જોવા મળતા સ્ટંટિંગ(અપુરતો શારીરિક વિકાસ)ના પ્રમાણ અંગે ગંભીરતા દાખવવામાં આવી હતી. ડી.ડી.ઓ.હિરેન બારોટે છેલ્લા ત્રણ મહિનાના ડેટાના આધારે આંગણવાડી કેન્દ્રોની ક્રોસ વિઝિટ કરવા માટે સીડીપીઓ ઓને સ્પષ્ટ સુચના આપી હતી. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઓછી હાજરી ધરાવતા કેન્દ્રોની પર્સનલ મુલાકાત લેવા તેમજ એવીટી એપ્લિકેશનમાં હેડકાઉન્ટ અને ડેઈલી ઓપનિંગનુ ખાસ મોનીટરીંગ કરવા જણાવાયુ છે.

આ ઉપરાંત એફઆરએસ માધ્યમથી ટેક હોમ રાશનનુ વિતરણ દર મહિનાથી ૧ થી ૫ તારીખ સુધીમાં ૧૦૦ ટકા પુર્ણ કરવા માટે તાકિદ કરવામાં આવી હતી. બેઠકમાં પોષણ સંગમ એપ્લિકેશનમાં ૧૦૦ ટકા એન્ટ્રી, પુર્ણા પોર્ટલની કામગીરી અને આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી સંદર્ભે સ્ક્રુટની પ્રક્રિયા ઝડપથી આટોપી લેવા જણાવાયુ હતુ. યોજનાકિય બિલોના સમયસર ચુકવણા થાય તે સુનિશ્ર્ચિત કરવા પણ સુચના અપાઈ હતી. આગામી તારીખ ૩૦ના રોજ આંગણવાડી કેન્દ્રોના ખાતામુર્હુત અને લોકાર્પણ પદાધિકારીઓના હસ્તે સંપન્ન કરાવવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. પ્રારંભમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ તમામનુ સ્વાગ કરી કાર્યસુચિ રજુ કરી હતી.