ગોધરા હોળી ચકલા રામસાગર તળાવ કિનારે આવેલ સુલભ શૌચાલય ચાલુ થયા બાદ મોટાભાગે બંધ હાલતમાં

નગર પાલિકાએ લાખોના ખર્ચે સ્થાનિક વેપારીઓની સુવિધા માટે કરેલ ખર્ચ પાણીમાં.

ગોધરા શહેર સોનીવાડ હોળી ચકલા પાસે રામસાગર તળાવના કિનારે નગર પાલિકા દ્વારા લાખો ‚પીયાના ખર્ચે સુલભ શૌચાલય બાંધવામાં આવ્યું. આ શૌચાલયના બાંધકામ બાદ પાલિકાના યોગ્ય અને સુચારું સંચાલન કરવામાં નિષ્ફળ રહી છે. કારણ કે, આ જાહેર સુલભ શૌચાલય મોટા ભાગે બંધ જોવા મળી રહ્યું છે. જેને લઈ આસપાસના દુકાન દારો તેમજ શહેરમાં ખરીદી માટે આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

ગોધરા નગર પાલિકા દ્વારા ચબુતરા હોળી ચકલા પાસે આવેલ જુનું સાર્વજનિક શૌચાલય ગંદકીને લઈ તોડી પાડવામાં આવ્યું હતું. બાદમાં નગર પાલિકાના તત્કાલીન પ્રમુખએ વ્યકિતગત રસ લઈને લાખો ‚પીયાના ખર્ચે સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક વેપારીઓને પડતી મુશ્કેલી તેમજ આસપાસા ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા લોકોને શૌચક્રિયા માટે સુવિધા ઉભી થઈ હતી પરંતુ આ સુલભ શૌચાલય બન્યા બાદ નગર પાલિકા દ્વારા શૌચાલય સંચાલન માટે ઈજાઓ આપવામાં આવ્યો હતો. તેમાં કોઈ કારણોસર શૌચાલય પર બેસતા વ્યકિત સાથે કોઈ બાબતે ખટરાગ થઈ હોય જેને લઈ મોટાભાગે નગર પાલિકા હસ્તકનું જાહેર સુલભ શૌચાલય બંધ રહેવાની અગાઉ જે રીતે ખુલ્લામાં પેશાબ કરતા હતા. તે રીતે જાહેરમાં ખુલ્લામાં પેશાબ કરવાથી ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળે છે. નજીક સ્કુલ અને મંદિર આવેલ હોવાથી લોકો શરમજનક સ્થિતીમાં મુકાતા હોય છે. ત્યારે હોળી ચકલા તળાવ પાસે બનેલ સુલભ શૌચાલય કાયમી ખુલે તેવી વ્યવસ્થા નગર પાલિકા દ્વારા થાય તે માંગ ઉઠવા પામી છે.