ગોધરા-વડોદરા હાઈવે રોડ તૃપ્તી ચોકડી વણાંકપુર પાસે આરોપી જુપીટર મોપેડ નંબર જીજે.૦૬.કયુઆર.૮૧૬૭ની ડીકી તથા આગળના ખાનામાં પ્લાસ્ટીક થેલામાં માંસનો જથ્થો ૧૧૫ કિલો રૂ.૨૩,૦૦૦/-, મોપેડ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા-વડોદરા હાઈવે તૃપ્તી હોટલ વણાંકપુર પાસે આરોપી ઈરફાન ઉર્ફે સોહેલ સિદ્દીકભાઈ કનડા (રહે. હોળી ચકલા, વેજલપુર) માંસનો જથ્થો વેચાણ ધંધો કરવા આરોપી સાલેહા ઈશાક પોસ્તી (રહે. સાતપુલ,ગોધરા)ને આપવા માટે પોતાની જુપીટર મોપેડ નંબર જીજે.૦૬.કયુઆર.૮૧૭૬ ઉપર આપવા માટે આવતો હોય જેને ગોધરા તાલુકા પોલીસે ચેકીંગ દરમિયાન રોકયોહ તો. તપાસમાં મોપેડની ડીકી તથા આગળના ખાતામાં પ્લાસ્ટીકના થેલામાં રાખેલ માંસનો જથ્થો ૧૧૫ કિલો કિંમત રૂ.૨૩,૦૦૦/-, મોપેડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૩,૦૦૦/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો ગૌમાંસ છે કે, કેમ તેની તપાસ હાથ ધરી છે. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.