સંતરોડમાં એસ.ટી.બસ સ્ટેન્ડ હોવા છતાં કેટલીક એસ.ટી.ચાર રસ્તા પર ઉભી રાખવામાં આવતી હોવાની ગંભીર સમસ્યા ઉભી છે. વ્યસ્ત ચાર રસ્તા પર બસ ઉભી રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.તથા મોટા અકસ્માતની શકયતા સેવાઈ રહી છે. ત્યારે વિભાગ દ્વારા ડ્રાઈવરોને બસ સ્ટેન્ડમાં ઉભી રાખવાનુ જણાવવામાં આવેની માંગ ઉઠી છે.
સંતરોડ ખાતે એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપલબ્ધ હોવા છતાં મોટાભાગની એસ.ટી.બસોના ડ્રાઈવરો તેનો ઉપયોગ કરતા નથી.બસો સીધી ચાર રસ્તા પર જ ઉભી રાખવામાં આવે છે. બસમાં ચઢવા-ઉતરવા જતા મુસાફરોને ઝડપી ગતિએ આવતા વાહનો વચ્ચેથી પસાર થવુ પડે છે. જે જોખમપ સાબિત થઈ રહ્યુ છે. ચાર રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોવાથી બસ ઉભી રહે ત્યારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. જેમાં ખાસ કરીને પીક સમય દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અહિં નાના-મોટા અકસ્માતો થઈ ચુકયા છે. છતાં તંત્ર દ્વારા કોઈ નકકર પગલા લેવામાં આવ્યા નથી. મહિલાઓ, વડીલો અને બાળકોમાટે આ સ્થિતિ વધુજોખમી બની છે. બીજી તરફ બસ સ્ટેન્ડ પર મુસાફરો બસની રાહ જોતા હોય છે. જે એસ.ટી.તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.