દાહોદના લગ્ન રિસોર્ટ બહાર પાર્ક કરેલ કારમાંથી રૂ.૨.૯૫ લાખની મત્તાની ચોરી

મઘ્યપ્રદેશના દેવાસના હાટ પિપલ્યા ગામના દાહોદ ખાતે યોજાયેલા પુત્રીના લગ્ન પ્રસંગ દરમિયાન રિસોર્ટ બહાર પાર્ક કરેલી કારમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને કવરોથી ભરેલો થેલો અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરી લઈ જતાં ફરિયાદ નોંધાવવા પામી છે. કુલ અંદાજિત રૂ.૨.૯૫ લાખની ચોરી થયાનુ જાણવા મળ્યુ છે.

મઘ્યપ્રદેશના હાટ પિપલ્યામાં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ સમેશ્ર્વરલાલ સોનીએ પુત્રી મીતાલીબેનના લગ્ન દાહોદ નિવાસી કલ્પેશભાઈ સોનીના પુત્ર રાઘવભાઈ સોની સાથે તા.૧૦ થી ૧૨ ફેબ્રુ.દરમિયાન અવંતિકા રિસોર્ટ ખાતે રાખ્યા હતા. લગ્ન અને રિસેપ્શન કાર્યક્રમ પુર્ણ થયા બાદ વિદાય સમયે પત્નિ પ્રિતીબેન સોનીએ પહેરેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ થેલામાં મુકી ગાડી એમ.પી.-૦૯-ડીએચ-૦૪૧૮ વોકસ વેગનમાં મુકયા હતા. તે દરમિયાન ગાડીનો દરવાજો ખુલ્લો રહ્યો હતો. થોડા સમય બાદ ગાડીમાં તપાસ કરતા દાગીનાનો થેલો ગાયબ હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.ચોરી થયેલા સામનમાં આશરે ૨૫૦ ગ્રામ સોનાના વિવિધ દાગીના, બોર, નથણી, કણદોરો, રાણીહાર, હાર-સેટ, વીંટીઓ, ચેઈન સહિત આશરે ૧૦૦ ગ્રામ ચાંદીના દાગીના રોકડા રૂ.૭૫,૦૦૦/-તથા લગ્ન પ્રસંગે મળેલા કવરોનો સમાવેશ થાય છે. સોનાના દાગીનાની અંદાજિત કિરૂ.૨ લાખ, ચાંદીના દાગીનાની કિરૂ.૨૦ હજાર તથા રોકડ સાથે કુલ ‚.૨.૯૫ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. પ્રકાશભાઈ સોનીએ રિસોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યો ઈસમ ગાડીમાંથી થેલો લઈ જતાં જોવાયો હતો. ધટનાની જાણ રિસોર્ટ સંચાલકો અને સગાસંબંધિઓને કરવામાં આવી હતી.