
સંખેડા ડાયવર્ઝનના રસ્તા ઉપર લોખંડના સળિયા ભરેલુ ટ્રેલર ટેક્નિકલ ખામીના કારણે આડું થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સંખેડા પોલીસ ધટના સ્થ્ળે પહોંચી ટ્રાફિક હળવો કરવામાં માટે ઓરસંગ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી.
સંખેડા અને બહાદરપુર વચ્ચે આવેલા પોર્શન પુલના સમારકામની કામગીરી શ કરવામાં આવતા તંત્ર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર બંધ કરાઈ હતી. તમામ વાહનોને ડાયવર્ઝન પર વાળવામાં આવ્યા હતા. આ ફેરફારના પ્રથમ દિવસે જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડાયવર્ઝન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પુલના સમારકામ માટેના સળિયા ભરીને જતુ એક લાંબુ ટ્રેલર ડાયવર્ઝનના ઢાળ પર ચઢતી વેળાએ અચાનક બંધ થઈ ગયુ હતુ. લોખંડના ભારે વજનને કારણે ટ્રેલરની બે્રક લાગી ન હતી. અને તે ઢાળ પરથી પાછુ ગબડ્યુ હતુ. અને રસ્તા પર આડું થઈ ગયુ હતુ. આ ટ્રેલર સળિયાનુ વજન કરવા માટે સંખેડા તરફ જઈ રહ્યુ હતુ. આ અચાનક ખામી સર્જાઈ હતી. ડાયવર્ઝનના સાંકડા રસ્તા ઉપર અટવાઈ જતાં ડાયવર્ઝનની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગીહતી. ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લીધો હતો. જયાં સુધી ડાયવર્ઝન પર ટ્રેલર હટાવવામાં ન આવે ત્યાં સુધી હંગામી ધોરણે જુના પુલ ઉપરથી સ્કુટર અને ફોર વ્હિલર જેવા સાધનોની અવર જવર શ કરી હતી. સદ્નસીબે કોઈ દુર્ધટના સર્જાઈ ન હતી.