
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં વસતા લાખો આદિવાસીઓ નું સપનું આજે સાકાર થયું છે જે ભવન નું સંપૂર્ણ નિર્માણ બાદ પરિપૂર્ણ થશે.
આદિવાસી સમાજ ધ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા.
મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો,બાળકો,વડીલો,રાજકીય અગ્રણીઓ,નેતાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપી ઉઠાવ્યો.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં વસતા લાખો આદિવાસીઓ નું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે.જે સપનું છેલ્લા કેટલાય વર્ષોથી ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લાનો આદિવાસી સમાજ જોઈ રહ્યો હતો. એ સપનું એ હતું કે, ગોધરામાં આદિવાસી સમાજ માટે પોતાનું ભવન હોય.ત્યારે આજે દરેક સમાજના પોતાના ભવન હોય છે.ત્યારે આદિવાસી સમાજ ભવનનું નિર્માણનું સપનું સાકાર થવા પામ્યું છે. ગોધરામાં આદિવાસી સમાજ જનો ધ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ગોધરામાં આદિવાસી સમાજ ભવન હોય તે માટે સત્તત પ્રયત્નશીલ રહેતા હતા. જેની માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા.આદિવાસી સમાજ ભવન માટે દાતાઓ, સમાજ જનો પાસે ફાળા ઉઘરાણી કરવામાં આવી હતી. જેમાં લોકોએ તન મન અને ધનથી સહકાર આપી આજે ગોધરામાં આદિવાસી સમાજ ભવન નો શિલાન્યાસ ખાતમુહૂર્ત કાર્યક્રમ શક્ય બન્યો હતો. ગોધરામાં આદિવાસી સમાજ ભવન શિલાન્યાસ ખાતમુહૂર્ત કાર્યક્રમ ગોધરા શહેર નજીક આવેલા કોટડા ગામે, ચંચોપા બાયપાસ રોડ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની સાથે સાથે આદિવાસી વિકાસ ફાઉન્ડેશન ગોધરા,પંચમહાલ ધ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં શિલાન્યાસ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડો જશવંતસિંહ પરમાર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય,પ્રાર્થના,સ્વાગત ગીત,સ્વાગત પ્રવચન,લોક નૃત્ય સાથે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ, તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ધ્વારા સમાજ ને એક થવા, શિક્ષિત થવા,સંગઠિત થવા ઉપર ભાર મૂક્યો હતો. જ્યારે જ્યારે સમાજને જરૂર પડશે ત્યારે અમે હાજર છીએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સમાજ ભવન નિર્માણ માટે રૂ.2.50 લાખની જાહેરાત કરી હતી. જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર ધ્વારા પણ સમાજ ને નવી રાહ ચીંધવા સાથે સૌ યુવાઓ ખૂબ ભણે,ગણે અને આગળ વધે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.આ પ્રસંગે તેઓએ પણ સમાજ ભવન ના નિર્માણ માટે રૂ.2.50 લાખની દાન ની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો.પ્રભાબેન તાવિયાડ, ડો.કિશોર તાવિયાડ,ચંદ્રિકાબેન બારીઆ, શીતલ વાઘેલા, સ્નેહલતા ખાંટ, સી.આર.સંગાડા, ડો. એલ.એમ.ચંદાણા સહિત આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ ચંદાણા, મંત્રી નાથુભાઈ તડવી, દેવજીભાઈ ડામોર, ડો. હરિપ્રસાદ કામોલ, ડો. ઇસ્માઇલભાઈ સંગાડા, ફુલાભાઇ ડીંડોર તથા સમસ્ત ટ્રસ્ટી ગણ,આયોજકો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.