શહેરાના પાદરડીથી ચલાલી ગામ જતા રોડ ઉ5ર સ્વીફટ કાર માંથી રૂા.1.63 લાખના દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

શહેરાના પાદરડી થી ચલાલી ગામ તરફ જતા રસ્તા ઉપરથી પોલીસે સીફ્ટ ગાડી માંથી 1,63લાખ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 3,18,690 નો મુદ્દામાલ સાથે ચાર સામે ગુનો નોંધીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા.

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ પુજાભાઈ, કનુભાઈ કુવરસિંહ, મનહરભાઈ દલસુખભાઈ તેમજ મનુભાઈ લાખાભાઈ, રાજેન્દ્રકુમાર જેસીંગભાઇ અને જીતેન્દ્રકુમાર સાલમભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના બખ્ખર ગામથી તાલુકાના ચલાલી ગામ થઈને પાદરડી ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે. મળેલી માહિતીના આધારે પોલીસે પાદરડી ગામથી ચલાલી ગામ તરફના રસ્તા ઉપર થોડા થોડા અંતરે નાકાબંધી કરવામાં આવી હતી. દારૂ ભરેલી ગાડી આવતા પોલીસે ઇશારો કરીને ગાડી ઉભી રાખવા કહેતા ચાલકે વધુ સ્પીડમાં ગાડી ભગાડી મૂકી હતી. જોકે, આગળ પણ પોલીસે આડાશ કરેલ હોવાથી દારૂ ભરેલી ગાડી ની આગળ પાયલોટિંગ વાળી લાલ કલરની વેગેનાર ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે લાકડાના ગલ્લાને તોડી ભાગી ગયેલ હતો. જોકે, દારૂ ભરેલી સિફ્ટ ગાડી આવતા તેના કાચ ઉપર પોલીસે લાકડી મારતા ગાડીનો કાચ તુટી જતા વિદેશી દારૂ ભરેલી ગાડીના ચાલક સ્થળ ઉપરથી દરવાજો ખોલીને ભાગવા જતા પોલીસે ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય વ્યક્તિને પકડી પાડ્યા હતા. પોલીસે કારની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવા સાથે પોલીસે પકડાયેલ બે ઇસમની પૂછપરછ કરતા તેને પોતાનું નામ ખાલીદ ઉર્ફે ડાંગડી યાકુબ ચરખા રહે ગોહયા મોહલ્લા ચોકી નંબર ચારની બાજુમાં ગોધરા અને સોયેબ મોહમદ હનીફ ભાના રહે વેજલપુર રોડ યુસુફ મસ્જિદ દડી પ્લોટ ગોધરાના હોવાનું જણાવ્યું હતું, સાથે અન્ય બે ઇસમો માં ઇલ્યાસ અને ખાલીદ અબ્દુલ સલામ હુડીનું નામ ખુલતા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે પ્રોહીબિશન મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે, પોલીસે વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 3,18,690 નો મુદ્દામાલ સાથે ચાર સામે ગુનો નોંધીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. મહત્વનું છે કે, ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય તે પહેલા પોલીસ એક્શનમાં આવીને લાખો ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય એમ કહીએ તો નવાઈ નહી.