ગોધરા ખાતે ક્ષત્રિય(દરબાર) સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

સમસ્ત ક્ષત્રિય(દરબાર) સમાજ ગુજરાત દ્વારા(વિજય એકેડેમી, દરૂણીયા)ગોધરા ખાતે ક્ષત્રિય સમાજ પ્રીમિયર લીગ સીઝન-1 નું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. શહેરા અને કાલોલ તાલુકા ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.જેમાં શહેરાની ટીમે ફાઇનલ જીતીને ઊંજઙક સીઝન – 1 નો ખિતાબ મેળવ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો અને ટુર્નામેન્ટના સૌ દાતાઓએ હાજરી આપી હતી અને ખેલાડીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.