ગોધરા ઈસા મસ્જીદ ઝાકરીયા પાસે ઉર્દુ સ્કુલ સામે આવેલ ફરિયાદીના ધરને કોઈ અજાણ્યો ચોર ઈસમે નિશાન બનાવ્યું હતું અને તિજોરીના ડ્રોવરમાં રાખેલ રૂા.90,000/-મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા ઈસા મસ્જીદ ઝાકરીયા પાસે ઉર્દુ સ્કુલ પાસે રહેતા ફિરદોસ ફારૂક ગરીબાના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને ધરના વચલા રૂમમાં તિજોરીના ડ્રોવરનું લોક તોડી સોનાની બુટ્ટી નંગ-1 કિંમત રૂા.10,000/-, ચાંદીની બંગડી નંગ-4 રૂા.8,000/-, સોનાની કડીયો (એટીંગ) કિંમત 5,000/- તથા વેલ્ડીંગના કામ પેટે લીધેલ રોકડા રૂા.90,000/- મળી રૂા.1,13,000/-ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.