શહેરા ડુમેલાવ ગામે પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર રીક્ષા નંબર જીજે.06.ઝેડઝેડ.7146ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રીક્ષા પલ્ટી ખવડાવી રીક્ષામાં બેઠેલ 72 વર્ષીય વયોવૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.
શહેરા તાલુકાના ડુમેલાવ ગામે પ્રાથમિક શાળા પાસે સી.એન.જી. રીક્ષા નંબર જીજે.06.ઝેડઝેડ.7146ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રીક્ષા પલ્ટી ખવડાવી દીધી હતી. રીક્ષામાં બેઠેલ અભેસિંહ દલુભાઇ શિકારી ઉ.વ.72 (રહે. કેવડીયા, તા.ગોધરા)ને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.