ગોધરામાં દોશી પરિવારના 4 મૃતક સભ્યોના શરીરમાંથી કાર્બન મોનોકસાઈડના કણો મળ્યાનુ પી.એમ.રિપોર્ટમાં બહાર આવ્યુ

ગોધરાના બામરોલી રોડ વિસ્તારની વૃંદાવન નગર-2ના કમલભાઈ દોશીના મોટા પુત્ર દેવ દોશીની સગાઈ કરવા વાપી ખાતે જવાનુ હોવથી કમલભાઈ તેમની પત્નિ દેવલબેન દોશી, પુત્ર દેવ તથા નાનો પુત્ર રાજ સુઈ ગયાહતા. શુક્રવારની વહેલી સવારે મકાનમાં અચાનક આગ લાગતા મકાનના તમામ બારી-બારણા બંધ હોવાથી આગનો ધુમાડો બહાર નીકળી શકયો ન હતો. સવારે ગાડી ચાલક વાપી જવા માટે લેવા આતા તેમને ધટનાની જાણ થઈ હતી. બાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો પહોંચી રેસ્કયુ હાથ ધર્યુ હતુ. પરંતુ પરિવારના ચારેય સભ્યોના મોત નીપજયાં હતા. પોલીસ વિભાગ દ્વારા તમામ મૃતદેહોને પી.એમ.અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના પી.એમ.રિપોર્ટ આવતા પરિવારના મોત ગુંગળામણના કારણે થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. તેમજ રિપોર્ટમાં મૃતકોના શરીરની શ્ર્વાસનળી અને ફેફસા સુધી કાર્બન મોનોકસાઈડના કણો મળી આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ધરમાં સોફામાં આગ લાગતા સોફાના ફોર્મ સળગતા ઝેરી વાયુ કાર્બન મોનોકસાઈડનો ધુમાડો ફેલાઈ જતાં ચાર સભ્યોના ગુંગળાઈને મોત નીપજયાં હોવાનુ પી.એમ.રિપોર્ટમાં ખુલાસો થયો છે.