
ફ્રાન્સે ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોને ૨-૦ થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું. જ્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં શાંતિપૂર્ણ રીતે વિજયની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે લંડનમાં હિંસા ફાટી નીકળી. ફૂટબોલ ચાહકોના વિશાળ ટોળા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. હિંસાની આશંકાએ પેરિસમાં સુરક્ષા દળો પહેલાથી જ તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેનાથી વિપરીત, બ્રિટિશ રાજધાની લંડનમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
ધ સનના અહેવાલ મુજબ, ફ્રાન્સની સેમિફાઇનલની પુષ્ટિ થયાના થોડા સમય પછી પશ્ચિમ લંડનમાં એક પોલીસ અધિકારી તોફાનીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં પોલીસ એજવેર રોડ પર મોટી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી જાવા મળી હતી. બીજા વીડિયોમાં, એક ઘાયલ પોલીસકર્મી રસ્તા પર પડેલો જાવા મળે છે જ્યારે તબીબી ટીમો તેની સારવાર કરી રહી છે. દરમિયાન, અન્ય પોલીસ અધિકારીઓ ઢાલ સાથે લાઇન બનાવીને તોફાનીઓ તરફ આગળ વધતા જાવા મળે છે.મેચ પહેલા, એવી આશંકા હતી કે ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કો અને તેના ભૂતપૂર્વ વસાહતી શાસક ફ્રાન્સ વચ્ચે ફિફા વર્લ્ડ કપ મેચ બાદ પેરિસમાં હિંસા ફાટી શકે છે. સદનસીબે, પેરિસમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું. ફ્રેન્ચ ટીમની જીતની ઉજવણી કરવા માટે હજારો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા.નોંધનીય છે કે સમગ્ર ફ્રાન્સમાં સુરક્ષા માટે ૨૦,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ ૮,૦૦૦ પોલીસ કર્મચારીઓ એકલા પેરિસમાં તૈનાત હતા. ફ્રેન્ચ સુરક્ષા એજન્સીઓએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે ગયા મે મહિનામાં પેરિસ સેન્ટ-જર્મનની ચેમ્પિયનશિપમાં જીત પછીની પરિસ્થિતી ફરી ઉભી થઈ શકે છે અને હિંસા તરફ દોરી શકે છે. જા કે, આ વખતે, આ ફિફા વર્લ્ડ કપ મેચ પછી, પેરિસમાં હિંસા નહીં પણ આનંદ અને ખુશીનો માહોલ જાવા મળ્યો.