ઇન્દોર-અમદાવાદ હાઇવેનો 45 કિમી ભાગ RCCનો બનશે : સાંસદ જશવંતસિંહ પરમારના પ્રયાસથી રૂા.363 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે 47 પરના ખાડા રાજનો અંત આવશે. રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારના પ્રયાસોથી અમદાવાદથી મધ્ય ગુજરાતના વાહન ચાલકોને લાંબા સમયની હાલાકી માંથી મુક્તિ મળશે. આ માર્ગ રૂા.363 કરોડના ખર્ચે RCC થી બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ રોડના નવીનીકરણ માટે રૂા.363 કરોડનું બજેટ ફાળવ્યું છે. લાડવેલથી પંચમહાલના વાવડી ટોલ પ્લાઝા સુધીનો 45 કિલોમીટરનો માર્ગ RCCબનશે.