સરકારી જમીનમાં ઢોર ચરાવવાના મુદ્દે બોલાચાલી બાદ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
ગોવિંદ ગુ લીમડી તાલુકાના ધારાડુંગર ગામના ડામોર ફળિયામાં સરકારી જમીનમાં ઢોર ચરાવવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વપ ધારણ કરતાં ૬૧ વર્ષીય વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત વૃદ્ધે બે વ્યક્તિઓ સામે ગોવિંદ ગુરૂ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ધારાડુંગર ગામના ડામોર ફળિયામાં રહેતા અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા બલુભાઈ મનસુખભાઈ ડામોર (ઉ.વ. ૬૧) ગત ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે પોતાના ઘરની આગળ આવેલી બાજડવાળી સરકારી જમીનમાં ઢોર ચરાવી રહ્યા હતા. તે દરમિયાન ગામના દિનુભાઈ ભુરજીભાઈ ડામોર અને અલ્કેશભાઈ કડકીયાભાઈ ડામોર ત્યાં આવી પહોંચ્યા હતા અને “અમારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?” તેમ કહી બોલાચાલી શ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર બલુભાઈએ આ જમીન સરકારી હોવાની અને ત્યાં ગામના અન્ય લોકો પણ ઢોર ચરાવતા હોવાની વાત કરતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં દિનુભાઈએ તેમના જમણા ગાલ પર લાફો માર્યો હતો, જ્યારે અલ્કેશભાઈએ ગડદાપાટુનો માર મારતા તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ બંનેએ અપશબ્દો બોલી ફરીથી ઢોર લઈને આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મારપીટમાં ઈજા થતાં બલુભાઈના ભત્રીજા મુકેશભાઈ ડામોરે તેમના નાના ભાઈ સુભાષભાઈને જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ મીરાખેડી સીએચસી ખાતે સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદની સમીર ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, શઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની ચર્ચા ચાલી રહી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. જોકે, સમાધાન ન થતાં આખરે પીડિતે કાયદેસરની કાર્યવાહી માટે ગોવિંદ ગુ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.