
ભથવાડા ટોલનાકા પાસેથી રૂપિયા ૨.૬૮ લાખના વિદેશી દારૂ સાથે સેલટોસ ફોરવીલ ગાડી પકડી
રૂપિયા ૭.૭૨ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ગાડી ના ચાલક સહિત બે જણાની અટકાયત
પીપલોદ પોલીસે બપોરના સમયે ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા ૨.૬૮ લાખ ઉપરાંતની કિંમતના હાઈ રેન્જના વિદેશી દારૂના જથ્થા સાથે કિયા કંપનીની સફેદ કલરની સેલટોસ ફોરવીલ ગાડી પકડી પાડી સાથે સાથે બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૭,૪૨,૪૨૩/-ના મુદ્દામાલ સાથે ફોરવીલ ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કર્યાનું પોલિસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બપોરના બાર વાગ્યાના સુમારે પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈએનએનુ પરમાર, તથા તેમના સ્ટાફના એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ તથા પોલીસ કર્મીઓ વસંતકુમાર માનાભાઈ રાજેશભાઈ ભગવાનભાઈ તેમજ અલ્કેશભાઈ રમણભાઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, દાહોદ બાજુ થી જીજે ૦૫ આર.એસ-૨૬૫૮ નંબરની કિયા કંપનીની સફેદ કલરની સેલટોસ ફોરવીલ ગાડી હાઈ રેન્ના વિદેશી દારૂનો જથ્થો લઈ ભથવાડા ટોલનાકા તરફ આવી રહી છે.જે બાતમીને આધારે ભથવાડા ટોલનાકા પર વાહનચેકિંગ કરી
રહેલ પીપલોદ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત અધિકારી તેમજ કર્મચારીઓની ટીમ સતર્ક બની હતી. અને બાતમીમાં દર્શાવેલ નંબર વાળી સફેદ કલરની સેલટોસ ફોરવીલ ગાડી જેવી ભથવાડા રોડ નજીક આવી કે તરત જ પોલીસે તે ગાડીને હાથનો ઈશારો કરી રોડની સાઈડમાં ઉભી રખાવી હતી. અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૨,૬૮,૪૨૩/-ની કુલ કિંમતના ભારતીય બનાવટના હાઈ રેન્જના વિદેશી દારૂ રેડલેબલ, વેટ ૬૯, જેમસન, બ્લેક ડોગ, ૧૦૦ પાઈપરની પ્લાસ્ટિક તેમજ કાચની નાની મોટી બોટલ નંગ-૨૮૯ પકડી પાડી ફોરવીલ ગાડીના ચાલક રાજસ્થાનના ઝુન ઝુન જિલ્લાના
નવલગઢ તાલુકાના ફગોડિયા કી ઢાણી રામપુરા ચિરાણા ના પીન્ટુ બદ્રીપ્રસાદ ગુર્જર તથા તેની સાથેના રાજસ્થાનના સિકર જિલ્લાના ખોરી રામપુરા રઘુનાથ ગામના સંતોષકુમાર જંડુરામ કુમાવતની અટકાયત કરી તેઓ બંને પાસેથી રૂપિયા ૪૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૨ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની કિયા કંપનીની સફેદ કલરની સેલ્ટોસ ફોરવિલ ગાડી મળી કુલ રૂપિયા ૭,૭૨, ૪૨૩/-નો મુદ્દામાલ કબજે લઈ આ સંદર્ભે અટકાયત કરાયેલ ઉપરોક્ત બંને જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.