દાહોદ જીલ્લામાં સેવા મેરા યોગદાન અંતર્ગત એનિમિયા અવેરનેસ કેમ્પ યોજાયા

જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો ખાતે એનિમિયા સ્ક્રીનિંગ તથા ઇંઇ ટેસ્ટ સાથે આરોગ્ય શિક્ષણ અપાયું.

દાહોદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સેવા મેરા યોગદાન’ અંતર્ગત આજે જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો ખાતે એનિમિયા અવેરનેસ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પ અંતર્ગત એનિમિયા અંગે જાગૃતિ, વહેલી ઓળખ અને સમયસર સારવાર અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ સહિતના લાભાર્થીઓનું એનિમિયા સ્ક્રીનિંગ તથા હિમોગ્લોબિન (HB) ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ લાભાર્થીઓને આયર્નની ગોળીઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને IFA Syrup, IFA તથા Calcium Tabletsના મહત્વ અને યોગ્ય ઉપયોગ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. નિયમિત અને યોગ્ય રીતે દવાઓનું સેવન કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એનિમિયાથી બચવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર, આયર્ન તથા કેલ્શિયમથી ભરપૂર ખોરાક અને આરોગ્યપ્રદ આહારની ટેવો અંગે પણ લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી. દૈનિક આહારમાં લીલા શાકભાજી, કઠોળ, દાળ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ, CHO, MPHW, FHW, આશા કાર્યકરો સહિતના આરોગ્ય કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયાની સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને પોષણ અંગે જનજાગૃતિ વધારવા માટે આવી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સ્વસ્થ સમાજ સમૃદ્ધ ગુજરાત