ચૂંટણી પહેલા જ રાજ્યમાં પોસ્ટર વોર શરૂ, સોસાયટીમાં બિન રામભક્તોએ પ્રવેશવું નહીં!

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધતો જાવા મળી રહ્યો છે. વોર્ડ નંબર ૧૦ બાદ હવે વોર્ડ નંબર ૧૫માં પણ “બેનર વોર” શરૂ થયો છે, જેમાં સ્થાનિક સ્તરે રાજકીય વિરોધ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે.

વોર્ડ નં. ૧૫ના રામભક્ત સોસાયટી વિસ્તારમાં કેટલાક બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે “બિન રામભક્તોએ પ્રવેશવું નહીં”. આ બેનરો દ્વારા કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસએ રામ મંદિર અયોધ્યા મુદ્દે વિરોધ કર્યો હતો. જેના કારણે તેઓ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બેનરોમાં વધુમાં જણાવાયું છે કે વ્યક્તિગત સ્તરે કોઈ ઉમેદવાર સામે વાંધો નથી. પરંતુ પાર્ટી અને તેની વિચારધારાને લઈને અસંતોષ છે. આ મુદ્દે ચૂંટણીમાં ધાર્મિક અને ભાવનાત્મક મુદ્દાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ વોર્ડમાં આશિષ જાશી જે પહેલાં ભાજપ સાથે જાડાયેલા હતા અને હવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના પક્ષપલટાને પણ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.મહાનગર પાલિકાની ચૂંટણી હોવા છતાં, સ્થાનિક સ્તરે રામ મંદિર અયોધ્યા જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને લઇને પ્રચાર થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ચૂંટણીમાં વિકાસ મુદ્દાઓ કરતાં વિચારધારાત્મક મુદ્દાઓ વધુ પ્રભાવ પાડી રહ્યા છે.આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં આ “બેનર વોર” વધુ તેજ બનવાની સંભાવના છે, અને તેનો સીધો પ્રભાવ મતદારોના મનોબળ પર પડી શકે છે.