
પંચમહાલના ચાંપાનેર (પાવાગઢ) સ્થિત પ્રાથમિક શાળાને ’પપ્પુ માસી’ તરીકે ઓળખાતા સમાજસેવી માયા કુંવર હસમુખ કુંવર અને તેમના પરિવારે રૂા.1,00,000 કિંમતનું 150 લીટર ક્ષમતાવાળું કુલર-આરઓ સિસ્ટમ દાન કર્યું છે.
આ નવી કુલર-આરઓ સિસ્ટમ સ્થાપિત થવાથી શાળાના વિદ્યાર્થીઓને હવે આખું વર્ષ શુદ્ધ, ઠંડું અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થશે. ઉનાળાની ઋતુમાં આ સુવિધા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.
આ દાન પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પપ્પુ માસી અને તેમના પરિવારની નિસ્વાર્થ સેવા તથા સામાજીક જવાબદારીની પ્રશંસા કરી હતી. શાળા પરિવારે જણાવ્યું કે આવા દાતાઓના સહયોગથી શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડી શકાય છે, જે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણનો લાભ આપે છે. શાળા પરિવારે આશા વ્યક્ત કરી કે આ પ્રકારની સેવાભાવના અન્ય નાગરિકોને પણ શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપવા પ્રેરિત કરશે.