
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય શિક્ષક દંપતીને લાફો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે આ શિક્ષક દંપતીએ ડીવાયએસપી કક્ષા સુધી પણ રજૂઆત કરી છે. શિક્ષિકાએ સમગ્ર ઘટનાને લઈને પોતાની વાત રજૂ કરી હતી. જ્યારે પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખલોલ જકાતનાકા મહાદેવનગરમાં આવેલી શાળા નંબર ૫૩માં ફરજ બજાવતા પ્રીતિબેન દિલીપસિંહ ચૌહાણે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે તેઓ શાળામાં બપોરે ૧૨ કલાક સમય પ્રમાણે પહોંચીને રજીસ્ટરમાં સહી કરતા હતા, તે સમયે અન્ય શિક્ષિકા હેતલબેન ભેડાએ અગાઉની બાકી સીએલ ઉમેરવા કહ્યું હતું. આથી તેમને આચાર્ય પુનિતભાઈ ઉપાયાય સાથે વાત કરી લઈશ તેમ જણાવ્યું.
ફરિયાદ પ્રમાણે હેતલબેન ભેડાએ આચાર્ય પુનિતભાઈ ઉપાયાયને ચડાવણી કરીને જણાવ્યું હતું, તેથી પુનિતભાઈ ઉપાયાયએ મીટીંગ બોલાવીને આ શાળા કોઈના બાપની નથી, તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આથી તેમણે તેમના પતિને બપોરે ૩ વાગે શાળાએ બોલાવી લીધા હતા, ત્યારબાદ હેતલબેનના પતિ પુનિતભાઈને સમજાવા જતા તેઓ ગાળો આપવા લાગ્યા હતા. આથી તેઓ ઓફિસની બહાર નીકળી ગયા. ઓફિસની બહાર નીકળતા જ પુનિતભાઈ ઉપાયાય પાછળથી આવી લાફા હેતલબેનના પતિને માર્યા હતા. હેતલબેન વચ્ચે પડતા તેમને પણ લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રીતિબેન ભૂપતસિંહ ડોડીયા આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આચાર્ય પુનિતભાઈ ઉપાયાય વારંવાર હેરાન કરે છે, તેમના પતિને હાલમાં ધોલ મારેલી છે. જો કે આ તપાસ હેડ કોન્સ્ટેબલ સોંપવામાં આવેલી છે અને લાગતા વળગતા એજન્સીને પુનિતભાઈ ઉપાયાયનો રિપોર્ટ કરવા આગળ રાખેલ છે.
પ્રીતિબેન ચૌહાણએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૩ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે, ત્યારે આ આચાર્ય દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. વારંવાર કોઈને કોઈ રીતે હેરાન કરવામાં આવે છે. શાળામાં બધા બાળકો અને શિક્ષિકાઓની વચ્ચે મારા પતિ અને મને થપાટ મારી છે, અને અપશબ્દો બોલ્યા છે. આ શખ્સ સીસીટીવીને પણ સગેવગે કરી દેશે અને વિદ્યાર્થીઓને પણ ધમકાવશે જેથી કોઈ બોલશે નહીં, અમને ન્યાય મળે એવું થાય એટલે બસ.
શાળા નંબર ૫૩ના આચાર્ય પુનિતભાઈ ઉપાયાયએ પણ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં શિક્ષિકા પ્રીતિબેનના પતિ દ્વારા પુનિતભાઈ ઉપાયાયને ધોલ થપાટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.