સુરતના એનઆરઆઇ પરિવારના સગાઈ પ્રસંગમાં ક્રિકેટર હાદક પંડ્યા પહોંચ્યા, મિસ્ટ્રી ગર્લ મહિકા શર્મા જોવા મળી

ભારતીય ક્રિકેટ ખેલાડી, ઓલરાઉન્ડર હાદક પંડયા સુરત પહોંચ્યા હતા. હાદક પંડયા સુરતમાં એક એનઆરઆઇ પરિવારના સગાઈ પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જોકે, આ આખી ઈવેન્ટમાં સગાઈ કરનાર કપલ કરતા વધુ ચર્ચા હાદક અને તેની સાથે આવેલી મિસ્ટ્રી ગર્લ મહિકા શર્માની જોવા મળી હતી.

સુરતના લોકો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા, જ્યારે તેમણે હાદકને તેની ફેવરેટ કરોડોની કિંમતની ય્-ઉટ્ઠર્ખ્તહ કારમાં જોયો. નવાઈની વાત એ હતી કે હાદકે કોઈ ડ્રાઈવર રાખવાને બદલે પોતે સ્ટેયરિંગ પકડ્યું હતું. મોડલ મહિકા શર્માને પાછળની સીટ પર બેસાડી હાદકે સુરતના રસ્તાઓ પર જોવા મળ્યા, ત્યારે ફેન્સ પણ બોલી ઉઠ્યા હતા કે, પ્રેમ હોય તો આવો!

સુરતમાં સગાઈના ફંક્શનમાં હાદક અને મહિકાએ ’કલર કોડનેશન’થી મહેફિલ લૂંટી લીધી હતી. બંને વાઈન રેડ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનો સેટ હોય તેમ બંનેની જોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુરતીઓએ પણ સ્વીકાર્યું કે પંડ્યા ભલે વડોદરાનો હોય, પણ તેનો અસલી દબદબો તો સુરતમાં જ જોવા મળ્યો છે.હાદકનો જેન્ટલમેન અંદાજ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કાર ઉભી રાખીને હાદક પહેલા પોતે ઉતર્યો અને પછી પાછળનો દરવાજો ખોલીને મહિકાનો હાથ પકડી તેને બહાર લાવ્યો હતો. એરપોર્ટની એન્ટ્રી સુધી હાદકે મહિકાનો હાથ પકડી રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ’પ્રિન્સેસ ટ્રીટમેન્ટ’નો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.