બેંકના લોકરમાં પણ સોનું સલામત નથી, વડોદરામાં રહેતા એનઆરઆઈનું ૩૫ તોલા સોનું ગાયબ

સોનું હવે બેંકના લોકરમાં પણ સેફ નથી શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના બની છે. ગ્રાહકે બેંકના લોકરમાં મૂકેલા ૩૫ તોલા સોનાના દાગીના રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. ત્યારે ગ્રાહકે બેંકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. એનઆરઆઈ નરેન્દ્ર શાહે વર્ષોથી બેંકમાં લોકરની સુવિધા લીધી હતી. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ શ‚ કરી છે.

વડોદૃરાના વાઘોડિયા રોડની પા‚લ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ શાહ હાલ અમેરિકામાં રહે છે. તેમણે જણાવ્યું છે કે, તેમનું લોકર વાઘોડિયા રોડની કોસમોસ બેંકમાં છે. બે દિવસ પછી દૃીકરીના લગ્ન હતા એટલે તેઓ અમેરિકાથી વડોદૃરા આવ્યા હતા. ગુરુવારે તેઓ અને તેમના પત્ની કોસમોસ બેંકના લોકરમાંથી દાગીના લેવા માટે ગયા હતા. લોકર ખોલતા જ તેમની પત્નીને શંકા ગઈ કે, લોકરમાં છેડછાડ થઈ છે. એલ્યુમિનિયમની જે પેટીમાં દાગીના મૂક્યા હતા. તે પેટીને મારેલું લોક નહોતું. તેમણે પેટી ખોલીને જોયું તો લોકરમાં મૂકેલા સોનાના અંદૃાજે ૩૫ તોલા દાગીના ગુમ હતા. જ્યારે ચાંદૃીના દાગીના હતા. અમે બેંકના મેનેજરને કહેતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

તેમણે એમ પણ જણાવ્યું કે, છેલ્લે વર્ષ ૨૦૨૪માં લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ લોકર અમે ખોલ્યું જ નથી. તો પછી અમારા દાગીના કઈ રીતે ગાયબ થઈ ગયા. આ લોકરમાં અમે જે વસ્તુઓ મૂકી હતી તેની યાદૃી પણ અમારી પાસે છે.

લોકરમાંથી સોનાની લગડી, સોનાના ચેઈન, બ્રેસલેટ, બંગડીઓ, લકી અને તૂટેલું સોનું પણ હતું જે બધું ગાયબ છે. આ બેંકની જ બેદરકારી કહેવાય. બેંકવાળા કોઈ જવાબ આપતા નથી.

આ અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે, બેંકના લોકર રૂમમાં સીસીટીવી કેમેરા જ નથી. પરંતુ, બેંકમાં અન્ય સ્થળે સીસીટીવી કેમેરા છે. તેના ફૂટેજની પણ પોલીસે બેંક પાસે માગણી કરી છે.