
ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભીડમાં ભારે વધારો જોવા મળ્યો છે. દૃેશ-વિદૃેશથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના આગમનથી સમગ્ર ભવનાથ વિસ્તાર શિવમય બન્યો છે.
ભવનાથમાં અત્યારે ભક્તિનો સાગર ઘૂઘવી રહૃાો છે. સાધુઓની ધૂણીનો ધુમાડો અને ગિરનારની ગુફાઓમાંથી આવતા શંખનાદૃથી સમગ્ર જૂનાગઢ અત્યારે કૈલાસધામ દૃેખાય રહૃાું છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં મહાદૃેવનો વાસ હોવાની અનુભૂતિ સાથે ભાવિકો ‘હર હર મહાદૃેવના નાદૃથી વાતાવરણ ગજવી રહૃાા છે.ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુના જણાવ્યા મુજબ, ભવનાથ મહાદૃેવના મંદિૃરે પરંપરાગત ધ્વજારોહણ બાદૃ વિવિધ આશ્રમોમાં પણ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે. નાગા સાધુઓએ પોતાની ધૂણી ધખાવી ‘અલખ નિરંજનના નાદૃ સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે.
મેળાનું મુખ્ય આકર્ષણ દિગંબર નાગા સાધુઓ અને શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી રવેડી છે. જેમાં સાધુઓ તલવારબાજી અને પટ્ટાબાજી જેવા વિવિધ શસ્ત્ર કરતબો પ્રદૃર્શિત કરશે. આ શોભાયાત્રામાં વિવિધ અખાડાના મહામંડલેશ્ર્વરો અને સાધુ-સંતો શણગારેલા ગજરાજો સાથે જોડાશે.રવેડીના અંતે પૌરાણિક મૃગીકુંડમાં શાહી સ્નાનનું સવિશેષ મહત્વ છે.