
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરેલારૂપિયા ૯૯૧ કરોડના કુલ બજેટમાં સત્તાધીશો દ્વારા રૂ ૨૦ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂપિયા ૧૦૧૧ કરોડનું મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાં કરેલા સુધારા અનુસાર ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદૃાજે ૯ કરોડ મેળવીને વધુ ૪ ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો ખરીદૃવાનું ઠરાવવામાં આવ્યું છે. ૨ કરોડના ખર્ચે દૃરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર કરાશે. જમાલપુર ડીપો ખાતે સ્ટોર બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી નવી બિલ્ડીંગ અંદૃાજે ૩ કરોડના ખર્ચે બનાવાશે. કેપીટલ બજેટમાં કુલ ૨૦ કરોડના સુધારા થશે તો ૧૬૦૦ એએમટીએસ બસ રસ્તાઓ પર દૃોડશે.
એએમટીએસ ચેરમેન ધરમશીભાઇ દૃેસાઇએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ મેનેજરના રજૂ કરાયેલા બજેટમાં ૨૦ કરોડ સુધારો સુચવ્યો છે. ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદૃાજે રૂ૯ કરોડ મેળવીને વધુ ૪ ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો + તેના ચાર્જર કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. દૃરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર અંદૃાજે . ૨ કરોડના ખર્ચે કરાશે. સ્ટાફ બીહેવીયર ટ્રેનીંગ પ્રોગ્રામ રૂ. ૨૦ લાખના ખર્ચે એ.એમ.ટી.એસ.ની રેવન્યુ બચતમાંથી કરાવવાનું ઠરાવવામાં આવે છે.
જમાલપુર ડીપો ખાતે સ્ટોર બિલ્ડીંગ ૫૦ વર્ષ જુની જર્જરીત હાલતમાં હોવાથી નવી બિલ્ડીંગ અંદૃાજે ૩ કરોડના ખર્ચે બનાવાશે. કલીન એર બસ ફલીટ પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને રેટ્રોફિટ તૈયાર ઇન-કેબિન એર પ્યોરીફીકેશન સીસ્ટમ પ્રથમ તબકકામાં ૭૦ એ.સી બસોમાં અંદૃાજીત ૩ કરોડના ખર્ચે મુકાશે. એ.આઇ આધારીત પબ્લિક ડીમાન્ડને ધ્યાનમાં રાખીને ડાયનામીક શીડયુલીંગ સોફટવેર ઑપ્ટીમાઇઝેશન માટે રૂ ૩ કરોડની જોગવાઇ છે.કેપીટલ બજેટમાં કુલ ૨૦ કરોડના સુધારા થશે. જેમાંથી ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૧૭ કરોડ તેમજ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ૩ કરોડ મળશે.
અમદૃાવાદૃ શહેરનો વિસ્તાર ૪૮૦.૮૮ ચો કિમી વધીને ૫૦૫ ચો કિમીનો થવાથી ઔડાના ગામો જેવા કે પૂર્વમાં કુજાડ ગામ, ઉન્દ્રેલ ગામ, હલદૃરવાસ, ખાત્રજ ( મહેમદૃાવાદ) દૃહેગામ, કરોલી ગામ, સાણંદૃ, થોળ, કલોલ, વામજ, મેડાઆદૃરજ પોળ, સહિત ગામડાઓમાં બસ સુવિધા આપવામાં આવે છે.