ગોધરા લીલેસરા રોડ અન્સાર સોસાયટીના મકાન માંથી રૂ.૧.૧૨ લાખની ચોરી કરતાં ફરિયાદ

ગોધરા શહેર લીલેસરા રોડ અન્સાર સોસાયટીમાં રહેતા ફરિયાદીના ધરમાં રાત્રીના સમયે બે વ્યકિતએ પ્રવેશ કર્યો હતો અને રોકડા ‚પીયા સોનાના દાગીના મળી કુલ રૂ.૧,૧૨,૦૦૦/-ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા શહેર લીલેસરા રોડ અન્સાર સોસાયટીમાં રહેતા તસ્લીમ માહીર મન્સુરી ધરમાં રાત્રીના સમયે મુસ્કાન વસીમ મન્સુરીના ધરમાં રાત્રીના સમયે મુસ્કાન વસીમ મન્સુરી, મુનીશ વાસીમ મન્સુરી ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધર માંથી રૂ.૩૦,૦૦૦/-, સોનાની ચેઈન કિંમત રૂ.૭૦,૦૦૦/-, સોનાની બુટ્ટી કિંમત રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૨,૦૦૦/-ની ચોરીક રી જતા આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.