સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટ આઇસીસી ટેસ્ટ મેચના રેફરી બન્યા,આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા

ક્રિકેટના મેદાનમાં ખેલાડી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કર્યા બાદ રમતના વહીવટ અને નિષ્પક્ષ અમ્પાયરિંગના ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપનાર સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન પ્રકાશ ભટ્ટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. આંતરરાષ્ટÙય ક્રિકેટ કાઉન્સલ દ્વારા બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ શ્રેણીમાં મેચ રેફરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આ સિદ્ધિ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલાં ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. પ્રકશ ભટ્ટની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સૌરાષ્ટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

સૌરાષ્ટના ક્રિકેટ જગત સાથે ગાઢ નાતો ધરાવતા પ્રકાશ ભટ્ટે ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સૌરાષ્ટના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન તરીકેનો તેમનો અનુભવ આજે આંતરરાષ્ટય ક્રિકેટના પ્રતિષ્ઠિત મંચ પર ઉપયોગી બની રહ્યો છે. વર્ષ ૨૦૦૮થી તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે મેચ રેફરી તરીકે કામગીરી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૪થી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉÂન્સલના મેચ રેફરી તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયના અનુભવ, શિસ્ત, રમતની સમજ અને નિષ્પક્ષ નિર્ણયક્ષમતાના આધારે તેમણે ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

પ્રકાશ ભટ્ટની પ્રતિભા અને અનુભવને ધ્યાનમાં રાખીને આ વર્ષની શરૂઆતમાં તેમને આઇસીસીના પ્રથમ મેચ રેફરીઓની ઉભરતી પેનલ માં સ્થાન આપવામાં આવ્યું હતું. વિશ્વભરમાંથી પસંદ કરાયેલા માત્ર ચાર મેચ રેફરીના આ પેનલમાં તેમનો સમાવેશ થવો એ પોતે જ એક વિશેષ સિદ્ધિ છે. આ પસંદગી તેમની ક્ષમતા, અનુભવ અને આંતરરાષ્ટય સ્તરે આગળ વધવાની સંભાવનાને મળેલી માન્યતા સમાન છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં મેચ રેફરી તરીકેની જવાબદારી મળતાં તેમની કારકિર્દીમાં એક નવું અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે.

પ્રકાશ ભટ્ટ અત્યાર સુધી આંતરરાષ્ટય ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં નોંધપાત્ર કામગીરી કરી ચૂક્્યા છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, તેમણે અત્યાર સુધી ૪૮ પુરુષોની ટી ૨૦ આંતરરાષ્ટય મેચો, ૬ પુરુષોની વન-ડે આંતરરાષ્ટય મેચો, ૪ મહિલા ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચો અને ૩ મહિલા વન-ડે આંતરરાષ્ટય મેચોમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત, આ વર્ષની શરૂઆતમાં ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં પણ તેમણે મેચ રેફરી તરીકે જવાબદારી નિભાવી હતી. યુવા ક્રિકેટના વિશ્વકક્ષાના મંચ પરનો તેમનો અનુભવ તેમની કારકિર્દીનું વધુ એક મહત્વપૂર્ણ પાસું છે.

હવે આઇસીસી દ્વારા બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે પ્રકશ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઢાકામાં શરૂ થઈ છે, જ્યારે બીજી ટેસ્ટ ૫ નવેમ્બરે સિલહટમાં રમાવાની છે. ટેસ્ટ ક્રિકેટને રમતનું સૌથી પરંપરાગત અને પડકારજનક ફોર્મેટ માનવામાં આવે છે. આ સ્તરે મેચ રેફરી તરીકેની જવાબદારી મળવી એ તેમની વર્ષોની મહેનત, અનુભવ અને કાર્યનિષ્ઠાનું પરિણામ છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં જવાગલ શ્રીનાથ બાદ ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે નિયુક્ત થનાર બીજા ભારતીય તરીકે પ્રકશ ભટ્ટે પોતાનું નામ નોંધાવ્યું છે. આ સિદ્ધિ સૌરાષ્ટÙના ક્રિકેટ માટે પણ એક યાદગાર પ્રસંગ બની રહેશે.