બીએસએફે કચ્છમાંથી ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી, તેમની બોટ જપ્ત કરી

કચ્છમાંથી બીએસએફએ સર ક્રીક વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. એક બોટ પણ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ માછીમારો ગઈકાલે સાંજે ભારતીય પાણીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે પકડાયા હતા.

સર ક્રીક વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને એક માછીમારી બોટ જપ્ત કરવામાં આવી છે. ભારતીય પાણીમાં ઘૂસણખોરીના અહેવાલો બાદ,બીએસએફએ પેટ્રોલિંગ વધારી દીધું છે અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

બોર્ડર સિક્્યુરિટી ફોર્સએ કચ્છના સર ક્રીક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય પાણીમાં પ્રવેશ કરવા બદલ ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બીએસએફએ ગુપ્ત માહિતીના આધારે સર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, ભારતીય પાણીમાં પ્રવેશ કરનારા ચાર પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચાર પાકિસ્તાની નાગરિકોની ઓળખ આ રીતે કરવામાં આવી છેઃ કાદિર થૈમોર,મુહમ્મદ મુસા,અઝગર થૈમોર,અહસન જાટ .એવી શંકા છે કે તેઓ કરચલા માછલી પકડવાના બહાને ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ચારેય પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનના સિંધના ચાચ જાન ખાનના રહેવાસી છે. કરચલા માછલી પકડવાના બહાને તેઓ ભારતીય પાણીમાં પ્રવેશ્યા હોવાની શંકા છે. સુરક્ષા એજન્સીઓએ આ મામલે અટકાયત કરાયેલા ચાર નાગરિકોની વધુ પૂછપરછ શરૂ કરી છે.

સર ક્રીક વિસ્તારમાં તાજેતરની ઘૂસણખોરીની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને,બીએસએફ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. સરહદી વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

ચાર પાકિસ્તાની માછીમારોની અટકાયત અને માછીમારી બોટ જપ્ત કર્યા બાદ, સુરક્ષા એજન્સીઓએ સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ મહત્વપૂર્ણ માહિતી બહાર આવે છે કે કેમ તેના પર બધાની નજર છે.

અગાઉ, અહેવાલો બહાર આવ્યા હતા કે પાકિસ્તાની જેલમાં મૃત હાલતમાં મળેલા ભારતીય માછીમારનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો છે.