પાટણમાં લક્ઝરી બસના ગુપ્ત ખાનાંમાંથી ૧૨.૧૨ લાખનો દારુ ઝડપાયો, સ્પેશિયલ ડ્રાઇવમાં ૧૭૦ ગુના નોંધાયા

પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂના દુષણને ડામવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. શંખેશ્વર-દસાડા હાઇવે પર લક્ઝરી બસમાં ગુપ્ત ખાનાં બનાવી કરવામાં આવતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બસમાંથી ૧૨ લાખ ૧૨ હજાર રૂપિયાના વિદેશી દારુ અને બિયરના જથ્થા સહિત કૂલ ૨૨ લાખ ૧૭ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પાટણના શંખેશ્વર-દસાડા હાઇવે પર શંખેશ્વર પોલીસે બાતમીના આધારે લક્ઝરી બસને રોકીને તપાસ હાથ ધરી હતી.

બસની તપાસ દરમિયાન ગુપ્ત ખાનાં બનાવી તેમાં વિદેશી દારુ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર્યવાહી દરમિયાન ૧૨ લાખ ૧૨ હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો, લક્ઝરી બસ તથા મોબાઇલ ફોન સહિત કૂલ ૨૨ લાખ ૧૭ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બસચાલક બિજારામ ચૌધરીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલો એક શખ્સ પોલીસને જાઈ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. દારૂ ભરી આપનાર, પરિવહન કરનાર અને જથ્થો મંગાવનાર સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.બીજી તરફ, પાટણ જિલ્લા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ન્ઝ્રમ્, ર્જીંય્ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની કુલ ૫૪ ટીમોએ સંયુક્ત રીતે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં કુલ ૨૬૦ સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં દેશી અને વિદેશી દારૂના ગેરકાયદે જથ્થા સંબંધિત કુલ ૧૭૦ ગુના નોંધવામાં આવ્યા હતા.

પોલીસે કુલ ૧૬ લાખ ૬૮ હજાર ૮૮૫ રૂપિયાની કિંમતનો દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પાટણના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી ગેરકાયદે દારૂના વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.