કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. ૧૦ કિલોમીટરની ઉંડાઇ પર તેનું કેન્દ્ર હતું. ચાર દિવસ પહેલા આવેલા ભૂકેંપે અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપમાં ૪૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાં ચાર દિવસ પહેલા ભૂકંપના ત્રણ જોરદાર ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૬.૩,૫.૯ અને ૫.૫ હતી. આ શક્તિશાળી ભૂકંપમાં કેટલાક ગામ બરબાદ થયા હતા. હજારો નાગરિકો કાટમાળમાં દબાઇ ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા. હજારો મકાનને નુક્સાન થયું છે. આ ભૂકંપ દાયકામાં આવેલા સૌથી ઘાતક ભૂકંપમાંથી એક હતું.
અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ભૂકંપને કારણે ભારે નુક્સાન થયું છે. તાલિબાન તરફથી કહેવામાં આવ્યું કે ભૂકંપમાં ૪ હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે જેમાં ૯ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૩ની માપવામાં આવી હતી.યુએસજીએસ મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી ૪૦ કિલોમીટર ઉત્તરપશ્ર્ચિમમાં હતું.